(૧) ધાણાને પાણીમાં પલાળી મસળી ગાળી સાકર નાખી પીવાથી ગરમીમાં લાગેલી લૂ મટી છે.
(૨) ગરમીના દિવસોમાં માથે ઠંડક રહે. લૂ ન લાગે, માથું તપી ન જાય તે માટે વડનાં પાન મૂકી ટોપી, હેટ, સ્કાપ્ કે હલ્મેટ પહેરવી. સૂર્ય ગમે તેટલો તપતો હશે તો પણ માથે ઠંડક રહેશે.
(3) મેથીની સૂકી ભાજી ઠંડા પાણીમાં પલાળી રાખી. સારી રીતે પલળ્યા પછી ખૂબ મસળી, પાણી ગાળી, થોડું મધ મેળવી પીવાથી લૂ લાગી હોય તો મટે છે.
(4) ડુંગળી, જીરું અને સાકરવાટીને ખાવાથી લૂ લાગી હોય તો મટે છે.
(5) શેકેલી કેરી અને ડુંગળી પીસીને લેવાથી લૂ મટી જાય છે.
No comments:
Post a Comment