Monday, August 12, 2013

કબજિયાત, પેટની તકલીફોનો ઇલાજ


1. સાંજે સુતા સમયે લગભગ 10 કે 12 કિસમીસને ધોઇને પાણીમાં પલાળી દો. સવારે ઉઠીને આ કિસમીસના બીજને નિકાળીને તેને સારી રીતે ચાવીને ખાવાથી શરીરમાં લોહી વધે છે. આ ઉપરાંત કિસમીસ ખાવાથી લોહી શુદ્ધ થાય છે અને નાકથી વહેતું લોહી પણ બંધ થાય છે.
2. સામાન્ય રીતે 2 થી 4 અઠવાડિયા સુધી કિસમીસનું કરેલ સેવન ઉત્તમ ફળ આપે છે.
3. દ્રાક્ષનું સેવન કરવાથી નબળાઇ દૂર થાય છે. તેનાથી સાથે પેટ પણ એકદમ સાફ આવે છે.
4. વાટેલી કિસમીસને લસણમાં મેળવીને તેની સાથે લેવાથી પેટમાં થતો ગૈસ બહાર નીકળે છે અને કમર દર્દમાં પણ લાભ થાય છે.
5. 250 ગ્રામ દૂધમાં 10 કિસમીસને ઉકાળો અને પછી સવારે આ દૂધમાં એક ચમચી ખાંડ અને ઘી નાખીને પીઓ. તેનાથી વીર્યના વિકારો દૂર થાય છે. તેના ઉપયોગથી હ્રદય, આંતરડાઓ અને લોહીના વિકારો પણ દૂર થાય છે. આ કબજિયાત નિવારક પણ છે.
6. શરદી ખાંસી થાય તો કિસમીસને રાતે સુતા પહેલા બીજ નીકાળીને દૂધમાં ઉકાળીને પીઓ. તેના એક જ ખોરાકથી રાહત મળશે. જો શરદી-ખાંસી બહુ લાંબા સમયથી હોય તો સપ્તાહ સુધી લો.
7. જે વ્યક્તિઓને ગળામાં નિરંતર ખરાશ રહેતી હોય કે એલર્જીને કારણે પણ ગળામાં તકલીફ રહેતી હોય, તેમણે સવાર- સાંજ બન્ને સમયે 4 થી 5 કિસમીસના બીજને ખુબ ચાવીને ખાઓ, પણ તેના પર પાણી ના પીવું, દસ દિવસ સુધી આમ કરો, ગળાની તકલીફો દૂર થશે.
8. જે બાળકો રાતે પથારી પલાળતા હોય, નીકાળીને રોજ રાતે તેમને બે કિસમીસના બીજને એક અઠવાડિયા સુધી ખવડાવવા.

સાંધાનો દુઃખાવો થાય ત્યારે....

1. દરરોજ સવાર બપોર સાંજ 1-1 ગ્લાસ લીલી ચાનો ઉકાળો પીવાથી સાંધાનો દુખઆવો અચૂક નરમ પડવા લાગે છે. ઉનાળામાં દૂધ સાકર નાંખવી હોય તો નાંખી શકાય.
2. દેવદારનો બારિક પાઉડર દરરોજ સવાર-સાંજ -1-1 ચમચી મધ સાથે ઘણા દિવસો સુધી લેવાથી સાંધાનો દુખાવો મટે છે.
3. દરરોજ જમવામાં કોલીફ્લાવરનું બને તેટલું વધુ સેવન કરવાથી સાંધાનો દુખાવો મટે છે. સાંધાના દુખાવામાં રક્ત અને મૂત્રમાં રહેલ દોષો કારણભૂત હોય છે. જે કોલીફ્લાવર ખાવાથી દૂર થાય છે.
4. સૂકા ધાણામાં બમણી સાકર લઈ અધકરું ખાંડી દરરોજ સવારૃસાંજ 1-1મોટો ચમચો ચાવી ચાવીને ખવાથી અને એ પછી એકાદ કલાક સુધી પાણી ન પીવાથી સાંધાના અમુક પ્રકારના દુખાવા મેટ છે.
5. અશોકવૃક્ષના પાન કે તેની છાલનો ઉકાળો નિયમિત પીવાથી સાંધાનો દુઃખાવો મટે છે.
6. હળદરના સૂકા ગાંઠિયા શેકી એટલા જ વજનના સૂંઠના ટૂકડા સાથે બારીક ખાંડી દરરોજ 1-1 ચમચી ચૂર્ણ સવાર-સાંજપાણી સાથે લેવાથી સાંધાનો દુખાવો મટે છે.
7. રાસ્નાનો ઉકાળો કરી તેમાં ગૂગળ ઓગાળી સવાર-સાંજ 10-10 ગ્રામ પીવાથી સાંધાનો દુખાવો મટે છે.

Friday, June 28, 2013

ઉધરસ થાય ત્યારે....

(1) મરીનું ચૂર્ણ નાખી ઉકાળેલું દૂધ પીવાથી ઉધરસ મટે છે.
(2) અડધા ગ્રામ મરીનું ચૂર્ણ, 3 ગ્રામ મધ અને સાકર ચાટવાથી ઉધરસ મટે છે.
(3) બારીક ચૂર્ણ ઘી, મધ અને સાકર મેળવી ચાટવાથી બધી જાતની ખાંસી મટે છે.
(4) આદુના રસમાં મધ મેળવી પીવાથી ઉધરસમાં ફાયદો થાય છે.
(5) આદુનો રસ, લીંબુંનો રસ અને સિંધવ એકત્ર કરી ભોજનની શરૂઆતમાં લેવાથી ઉધરસ મટે છે.
(6) ગંઠોડા, સૂંઠ અને બહેડાદળનું ચૂર્ણ મધમાં ચાટવાથી ઉધરસ મટે છે.
(7) લવિંગને મોંમા રાખઈ રસ સૂચવાથી કંટાળાજનક ખાંસી મટે છે.
(8) દાડમના ફળની છાલનો ટૂકો મોંમા રાખી તેનો રસ ચૂસવાથી ખાંસી મટે છે.
(9) બાજરીના લોટમાં હળદર મેળવી, રાત્રે ફાકી લઈ પાણી પીધા વિના સૂઈ જવાથી ઉધરસ મટે છે.
(10) રાત્રે થોડા શેકેલ ચણા ખાઈ ઉપર પાણી પીધા વગર સૂઈ જવાથી ઉધરસ મટે છે.
(11) 5 ગ્રામ જેટલું મધ દિવસમાં ચાર વાર પીવાથી કફ છૂટો પડે છે અને ઉધરસ મટે છે.
(12) હળદર અને મીઠાવાળા તાજા શેકેલા ચણા રાત્રે સૂતાં પહેલાં ખવાથી (ઉપર પાણી પીવું નહીં) કાયમી ઉધરશ અને શરદી મટે છે.
(13) જૂની ખાંસી હોય અને મટતી ન હોય તો 1-1 ચમચી હળદરનો પાઉડર પાણી સાથે સવાર-બપોર-સાંજ ફાકવાથી આરામ થાય છે. આ પ્રયોગ કોઈપણ વ્યક્તિ ગમે ત્યાં કરી શકે છે.
(14) નાની વાટકીમાં થોડું પાણી લઈ લવિંદ અને નાગરવેલના પાન નાખી ઉકાળી ચોળીને પીવાથી ઉધરસ મટે છે.
(15) અરડૂસીના પાન વાટી બે તોલા રસ કાઢી અડધો તોલો મધ મેળવી દિવસમાં બે વાર પીવાથી કફવાળી ઉધરસ મટે છે.
 

Thursday, June 27, 2013

હોઠ ફાટે ત્યારે....

હોઠ ફાટે તો રાતે સૂતા પહેલાં હઠ ઉપર એરંડિયું બરાબર ઘસીને સૂઈ જવાથી ધીમે ધીમે સારું થઈ જાય છે.

Tuesday, June 25, 2013

થાક લાગે ત્યારે....

અતિશય થાકનો અનુભવ થતો હોય તો નારંગીની પેશી ચૂસવાથી દૂર થાય છે.

Wednesday, June 5, 2013

ખીલ થાય ત્યારે....


(1) ખીલ થયા હોય તો ચહેરા પર નારંગની છાલ ઘસવાથી ફાયદો થાય છે.
(2)તલનો જૂનો ખોળ ગાયના મૂત્રમાં કાલવી મોં ઉપર લેપ કરવાથી યુવાનીમાં થતા ખીલ દૂર તાય છે.
(3) પાકા, ખૂબ ગળી ગયેલા પપૈયાને છોલી, છૂંદીને ચહેરા પર થોડો સમય માલિશ કરવી- મસળવું. 15-20 મિનિટ બાદ સૂકાવા લાગે ત્યારે પાણીથી ધોઈ નાખી જાડા ટુવાલ વડે સારી રીતે લૂછી જલદી તલનું તેલ કે કોપરેલ ચોપડવું. એક અઠવાડિયા સુધી આ પ્રમાણે કરવાથઈ ચહેરા પરના ખીલ, ડાઘ વગેરે દૂર થઈ ચહેરો ખૂબ જ સુંદર દેખાય છે અને ચહેરાનું તેજ વધે છે. ચહેરાની કરચલીઓ, કાળાશ અને મેલ દૂર થાય છે, ચહેરા પર કોમળતા અને કાંતિ આવે છે.
(4) પાકાં ટામેટા સમારીને ખીલ પર બરાબર ઘસવાં. બેચાર કલાક એમ જ રહેવા દેવું. ત્યારબાદ હૂંફાળા પાણીથી ધોઈ નાખવું. આનાથી ચહેરાના ખીલ ઝડપથી મટી જાય છે.
(5) જાંબુના ઠળિયાને પાણીમાં ઘસી ચોપડવાથી યુવાનીને લીધે થતા મોં પરના ખીલ મટે છે.
(6) સવારે અને રાત્રે બાવળ, લીમડો કે વડવાઈનું દાતણ કરી એના કૂચાને મોં પર માંચેક મિનિટ ઘસતા રહેવાથી મોં પરના ખીલ મટે છે.

Tuesday, May 28, 2013

ઉનાળામાં લૂ લાગે ત્યારે....

(૧) ધાણાને પાણીમાં પલાળી મસળી ગાળી સાકર નાખી પીવાથી ગરમીમાં લાગેલી લૂ મટી છે. (૨) ગરમીના દિવસોમાં માથે ઠંડક રહે. લૂ ન લાગે, માથું તપી ન જાય તે માટે વડનાં પાન મૂકી ટોપી, હેટ, સ્કાપ્ કે હલ્મેટ પહેરવી. સૂર્ય ગમે તેટલો તપતો હશે તો પણ માથે ઠંડક રહેશે. (3) મેથીની સૂકી ભાજી ઠંડા પાણીમાં પલાળી રાખી. સારી રીતે પલળ્યા પછી ખૂબ મસળી, પાણી ગાળી, થોડું મધ મેળવી પીવાથી લૂ લાગી હોય તો મટે છે. (4) ડુંગળી, જીરું અને સાકરવાટીને ખાવાથી લૂ લાગી હોય તો મટે છે. (5) શેકેલી કેરી અને ડુંગળી પીસીને લેવાથી લૂ મટી જાય છે.