1. સાંજે સુતા સમયે લગભગ 10 કે 12 કિસમીસને ધોઇને પાણીમાં પલાળી દો. સવારે ઉઠીને આ કિસમીસના બીજને નિકાળીને તેને સારી રીતે ચાવીને ખાવાથી શરીરમાં લોહી વધે છે. આ ઉપરાંત કિસમીસ ખાવાથી લોહી શુદ્ધ થાય છે અને નાકથી વહેતું લોહી પણ બંધ થાય છે.
2. સામાન્ય રીતે 2 થી 4 અઠવાડિયા સુધી કિસમીસનું કરેલ
સેવન ઉત્તમ ફળ આપે છે.
3. દ્રાક્ષનું સેવન કરવાથી નબળાઇ દૂર થાય છે. તેનાથી
સાથે પેટ પણ એકદમ સાફ આવે છે.
4. વાટેલી કિસમીસને લસણમાં મેળવીને તેની સાથે લેવાથી
પેટમાં થતો ગૈસ બહાર નીકળે છે અને કમર દર્દમાં પણ લાભ થાય છે.
5. 250 ગ્રામ દૂધમાં 10 કિસમીસને ઉકાળો અને પછી સવારે આ
દૂધમાં એક ચમચી ખાંડ અને ઘી નાખીને પીઓ. તેનાથી વીર્યના વિકારો દૂર થાય છે. તેના ઉપયોગથી હ્રદય, આંતરડાઓ અને લોહીના વિકારો પણ દૂર થાય છે. આ કબજિયાત
નિવારક પણ છે.
6. શરદી – ખાંસી થાય તો કિસમીસને રાતે
સુતા પહેલા બીજ નીકાળીને દૂધમાં ઉકાળીને પીઓ. તેના એક જ ખોરાકથી
રાહત મળશે. જો શરદી-ખાંસી બહુ લાંબા સમયથી હોય તો સપ્તાહ સુધી લો.
7. જે વ્યક્તિઓને ગળામાં નિરંતર ખરાશ રહેતી હોય કે
એલર્જીને કારણે પણ ગળામાં તકલીફ રહેતી હોય, તેમણે સવાર- સાંજ બન્ને સમયે 4 થી 5 કિસમીસના બીજને ખુબ ચાવીને ખાઓ, પણ તેના પર પાણી ના પીવું, દસ દિવસ સુધી આમ કરો, ગળાની તકલીફો દૂર થશે.
8. જે બાળકો રાતે પથારી પલાળતા હોય, નીકાળીને રોજ રાતે તેમને બે
કિસમીસના બીજને એક અઠવાડિયા સુધી ખવડાવવા.
No comments:
Post a Comment